દૂધી નો હલવો (DUDHI NO HALVO)
નમસ્કાર મિત્રો,
આજે આપણે બનાવીશુ દૂધી નો હલવો
દૂધી નું સાક તો આપણે ખુબ ખાધું હશે પણ આજે આપણે દૂધી નો હલવો બનાવીશુ જે ખાવા માં ખુબ સ્વાદિષ્ટ હોય છે અને નાના મોટા ને ખુબ ભાવશે.
જરૂરી સામગ્રી
તાજી દૂધી
ચોખ્ખું ઘી
ખાંડ
ઈલાયચી
કાજુ
બદામ
પિસ્તા
ફૂડ કલર
દૂધ અથવા દૂધ નો માવો
હલવો બનાવવાની રીત
સૌ પ્રથમ આપણે તાજી દૂધી લઇ લેવાની છે,
ત્યાર પછી દૂધી ને બધી છાલ ઉતારી લેવાની છે,
છાલ ઉતારી લીધા બાદ આપણે દૂધી ને ખમણી લેવાની છે,
ત્યાર પછી ખમણેલી દૂધી માંથી વિડિઓ માં બતાવ્યા મુજબ બધું પાણી કાઢી લેવાનું છે,
હવે એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકવાનું છે.
ઘી થોડું ગરમ થઇ ગયા બાદ એમાં દૂધી શેકવા માટે નાખવાની છે.
જ્યાં સુધી ઘી છુટ્ટુ ના પડે અને દૂધી નું બધું પાણી બળી ના જાય ત્યાં સુધી દૂધી ને સેકાવા દેવાની છે,
હવે તેમાં થોડી ખાંડ ઉમેરી દો.
થોડું પાણી બળી ગયા બાદ થોડો ફૂડ કલર ઉમેરવાનો છે અને થોડું દૂધ ઉમેરવાનું છે,
તમારે દૂધ ની જગ્યા એ દૂધ નો માવો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકો છો.
હવે તાવીથા થી હલાવતું જવાનું છે જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી,
થોડી વાર માં બધું દૂધ બળી જશે અને મિક્સચર ઘાટું બની જશે
હવે ઉપર થી સમારેલા કાજુ અને બદામ ઉમેરી ને થોડું હલાવી લો એટલે બધું મિક્સ થઇ જશે,
મિક્સ થઇ ગયા પછી કડાઈ ને નીચે ઉતારી લો અને હલવા ને એક સરસ મજા ના વાસણ માં સર્વ કરો,
સર્વ કરતી વખતે ઉપર થી થોડા સમારેલા પિસ્તા નાખશો તો હલવો દેખાવ માં સરસ લાગશે,
હવે આપણો સરસ મજા નો હલવો બની ને તૈયાર છે.
મિત્રો તમે પણ દૂધી નો હલવો ઘેર બનાવજો અને અમને જાણ કરજો કે કેવો બન્યો છે
અને જો તમારે વિડિઓ માં જોઈ ને હલવો બનાવવો હોય તો નીચે લિંક પણ આપી છે તમે જોઈ શકો છો,

Comments
Post a Comment