Bhareli Dudhi na Bhajiya (ભરેલી દૂધી ના ભજીયા)
નમસ્કાર મિત્રો,
આજે આપણે બનાવીશુ ભરેલી દૂધી ના ભજીયા
ભરેલી દૂધી ના ભજીયા સરસ માજા ની રેસિપી છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે અને ટેસ્ટ પણ ખુબ સરસ હોય છે.
- ભજીયા બનાવા માટે જરૂરી સામગ્રી
- દૂધી
- ઝીણી સમારેલી કોથમીર
- ઝીણા સમારેલા લીલાં મરચાં
- મીઠું સ્વાદાનુસાર
- લાલ મરચું પાઉડર
- હળદર પાઉડર
- ધાણાજીરું પાઉડર
- ચણા નો લોટ
- તેલ
- ભજીયા બનાવા માટે ની રીત
- સૌ પ્રથમ તાજી દૂધી લઇ લો અને તાજા પાણી માં ધોઈ લો,
- ત્યાર પછી દૂધી ની છાલ ઉતારી ને દૂધી ના બે કે ત્રણ ભાગ કરી લો,
- પછી દૂધી ને અંદર થી ખોતરી ને બધા બી કાઢી નાખો,
- અને અંદર મસાલો ભરી દો.
- મસાલો બનાવા ની રીત
- મસાલો બનાવા માટે સૌ પ્રથમ તમે ભાવનગરી ગાંઠિયા અને ચવાણું ને ખાંડી નાખો,
- ત્યાર બાદ લીલા મરચા, આદુ, લસણ, ખાંડી ને પેસ્ટ બનાવો,
- પછી સ્વાદ પ્રમાણે મીઠું, જીરું પાવડર, લાલ મરચું પાવડર, નાખી ને મિક્સ કરી લો અને ખટાસ માટે ઉપર થી થોડું લીંબુ નીચવી દો, પછી થોડી ખાંડ પણ ભેળવી દો એટલે સ્વાદ થોડો સારો આવે.
- દૂધી માં મસાલો ભરાઈ ગયા બાદ હવે ભરેલી દૂધી ને વિડિઓ માં બતાવ્યા મુજબ થોડા જાડા સ્લાઈસ કરી ને કાપી લો,
- હવે ચૂલા ઉપર અથવા ગેસ ઉપર ભજીયા ને તળવા માટે તેલ ગરમ કરવા મુકો,
- તેલ ગરમ થઇ ગયા પછી તમે દૂધી ની સ્લાઈસ ને બેટર માં બોળી ને તેલ માં નાખો
- બેટર બનાવા ની રીત
- એક તપેલી માં ચણા નો લોટ લઇ લો,
- થોડું મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખો,
- જરૂર મુજબ પાણી નાખી ને બવ પાતળું નઈ એવું સરસ બેટર બનાવી લો.
- સ્લાઈસ ને બેટર માં બોળી ને તેલ માં નાખ્યા પછી બંને બાજુ ફેરવો જેથી ભજીયા સરસ બને,
- હવે ભજીયા તળાઈ ગયા પછી એક ડીસ માં સર્વ કરો,
- ભજીયા તમે મીઠી ચટણી અને તીખી ચટણી સાથે ખાઈ શકો છો.
- સાથે તળેલા લીલા મરચા તમારા ટેસ્ટ માં વધારો કરશે.
- આશા રાખીયે છીએ કે તમને આ રેસિપી ગમી હશે
- જો આ રેસિપી નો વિડિઓ જોવા ઇચ્છતા હોય તો નીચે ના વિડિઓ ઉપર ક્લિક કરો અને વધુ રેસિપી માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો.

Comments
Post a Comment